GujaratIndia

Ganga Swarupa Pension Scheme: સુરત જિલ્લાના ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓને 31 જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના(વિધવા સહાય) હેઠળ સહાય મેળવતી સુરત જિલ્લાના તમામ લાભાર્થી બહેનોને કોઈપણ અવરોધ વિના આ યોજનાનો લાભ સતત મળતો રહે તે માટે 31 જુલાઈ, 2026 સુધી ફરજિયાત હયાતીની ખરાઈ કરાવવાની રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ કરવાની નિયત સમય મર્યાદા નજીક હોય હયાતીની ખરાઈ પૂર્ણ કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

સુરત શહેરના લાભાર્થી બહેનોએ પોતાનું આધાર કાર્ડ અને ચાલુ મોબાઈલ નંબર સાથે (1)જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી- બ્લોક નં.એ, પ્રથમ માળ,જીલ્લા સેવા સદન-2, અઠવાલાઇન્સ (2) ‘સખી’ વન સ્ટોપ સેન્ટર- નવી સિવિલ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલની બાજુમાં, મજુરા ગેટ અને (3) મામલતદાર કચેરી (શહેરી-અડાજણ, કતારગામ, પુણા, ઉધના, મજુરા) કચેરી ખાતે રૂબરૂ હાજર રહી વિનામૂલ્યે હયાતીની ખરાઇ કરાવી શકશે.

તેમજ ગ્રામ્ય વિસ્તારના લાભાર્થી બહેનોને પોતાની ગ્રામ પંચાયત કચેરી ખાતે જ (કોપ્યુટર- ઓપરેટર મારફતે) વિનામૂલ્યે ‘Beneficiary Satyapan’ એપ્લિકેશન દ્વારા વેરીફિકેશન કરાવી શકશે. તાલુકા મથકે વસવાટ કરતા લાભાર્થીઓ સંબંધિત મામલતદાર કચેરી ખાતે જઈ આ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.આ ઉપરાંત ઘરે બેઠા ઓનલાઈન વેરીફિકેશન કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. લાભાર્થીઓ પ્લે સ્ટોર પરથી ‘Aadhaar Face RD’ તથા ‘Beneficiary Satyapan’ એપ ડાઉનલોડ કરી આધાર નંબર, મોબાઈલ નં. અને વેરીફિકેશને પૂર્ણ કર્યા બાદ લાઈવ સેલ્ફી સ્કેન કરીને સરળતાથી હયાતીની ખરાઈ સફળતાપુર્વક પૂર્ણ થયા બાદ સહાયની રકમ નિયમિત રીતે લાભાર્થીના બેન્ક ખાતામાં જમા થતી રહેશે.

Related Articles

Leave a Reply

Back to top button