


જયભારત સાથે જણાવવાનું કે સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત “માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ” (ડાયમંડ હોસ્પિટલ) મા તા. ૨૯ /૦૭/૨૦૨૬ ના રોજ રાત્રે ૧૦ :૦૦ વાગ્યે દર્દી એક ૧૯ વર્ષીય દર્દી એમ્બ્રોડરી મશીન ની નીડલ (સોય) વડે દાંત ખોતરતા ભૂલમાં સોય ગળી ગયા ની ફરિયાદ સાથે રાત્રે દર્દી હોસ્પીટલની ઈમરજન્સી વિભાગમાં આવેલ.દર્દીના એક્ષ-રે પરથી દર્દીની હોજરીમાં આશરે ૩ ઇંચ ની સોય હોવાનું માલુમ પડેલ, હોસ્પીટલના ડોક્ટર દ્વારા કેશની ગંભીરતા ને ધ્યાનમાં લઇ તેમની સઘન સારવાર ચાલુ કરેલ. હોસ્પીટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉ.નીલેશ ગોધાણી ,એનેસ્થેટીક ડૉ. રિદ્ધિ સભાડીયા અને ઓ.ટી. સ્ટાફ દ્વારા રાત્રે ૧૨ :૦૦ વાગ્યે દર્દીની પેટમાંથી એન્ડોસ્કોપી દ્વારા ૩ ઇંચ ની એમ્બ્રોડરી નીડલ સફળતા પૂર્વક કાઢી દર્દીને પીડામાંથી રાહત આપવામાં આવેલ.આજ રોજ સવારે તેમને હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ આપવામાં આવેલ દરીના પરિવારમાં ખુશી જોવા મળી તેમજ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોકટર અને સ્ટાફના આ ઉમદા કાર્ય બદલ સૌનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો.



