
પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ (PPBL)ની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. દિલ્હી હાઈકોર્ટે આ બેંકને સત્તાવાર રીતે બંધ (Liquidation) કરવાનો આદેશ આપ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, નિયમોનું સતત અનાદર કરવા બદલ બેંકનું બેંકિંગ લાયસન્સ અગાઉ જ રદ કરી દેવામાં આવ્યું હતું અને હવે આ કોર્ટ આદેશ બેંકને પૂર્ણપણે બંધ કરવાની પ્રક્રિયાનો આખરી તબક્કો છે.
RBI મુજબ, દિલ્હી હાઈકોર્ટે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ અને કંપનીઝ એક્ટના નિયમો હેઠળ પેટીએમ પેમેન્ટ્સ બેંકને વિસર્જિત કરવા માટેનો ચુકાદો સંભળાવ્યો છે.SBIના પૂર્વ અધિકારીને સોંપાઈ મહત્વની જવાબદારીબેંકના વિસર્જનની કામગીરી સુચારૂ રૂપે પાર પાડી શકાય તે માટે હાઈકોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના પૂર્વ ચીફ જનરલ મેનેજર ગિરીકુમાર એમ. નાયરની સત્તાવાર લિક્વિડેટર (Official Liquidator) તરીકે નિમણૂક કરી છે.
રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ, લિક્વિડેટર પાસે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની તમામ સત્તાઓ રહેશે. હવેથી બેંકના વહીવટ, નાણાકીય લેવડ-દેવડ અને લિક્વિડેશન પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ આખરી નિર્ણયો તેમની દેખરેખ હેઠળ જ લેવામાં આવશે.
શા માટે લેવાયો આ આકરો નિર્ણય?અગાઉ રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ રદ કરતી વખતે સ્પષ્ટ કર્યું હતું કે, બેંક દ્વારા ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવામાં બેદરકારી દાખવવામાં આવી હતી અને રેગ્યુલેટરી નિયમોનું વારંવાર ઉલ્લંઘન થઈ રહ્યું હતું. આ કારણોસર બેંકિંગ કામગીરી ચાલુ રાખવી હિતાવહ ન હોવાથી RBI એ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.



