
સુરતના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગ એરિયામાં રોડ પર એક ગાય દોડતી હોવાનો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો. જે વાયરલ થતાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. એરપોર્ટ પ્રશાસને સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લઈ સમીક્ષા બેઠક યોજી હતી. એરપોર્ટ સાથે સંકળાયેલી તમામ સુરક્ષા એજન્સીઓ અને કર્મચારીઓને મુખ્ય પ્રવેશદ્વાર તેમજ પરિસરની સરહદો પર વધુ કડક દેખરેખ રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગ એરિયામાં રાત્રીના સમયે એક ગાય દોડતી હતી. જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. એરપોર્ટના પરિસરમાં ગાય દોડતી હોવાનો વીડિયો વાયરલ થતા એરપોર્ટ પરિસરની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા હતા. ઘટનાની જાણ થતા જ પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી કરીને ગાયને બહાર કાઢી હતી.
મુખ્ય પ્રવેશદ્વારો પર પશુઓનો પ્રવેશ રોકવા વિશેષ કેટલ ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવે છે. છતાં પણ ગાય સીધી એરપોર્ટના અંદરના પરિસરમાં પહોંચી જતાં આ વ્યવસ્થા કેટલી ધાંધિયા વગરની છે તે સામે આવ્યું છે. એરપોર્ટ પ્રશાસને સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લઈ સમીક્ષા બેઠક યોજી હતી. એરપોર્ટ સાથે સંકળાયેલી તમામ સુરક્ષા એજન્સીઓ અને કર્મચારીઓને મુખ્ય પ્રવેશદ્વાર તેમજ પરિસરની સરહદો પર વધુ કડક દેખરેખ રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.



