GujaratSurat

સુરત: કામરેજમાં જમીન કૌભાંડનો પર્દાફાશ, અમદાવાદની પતંગ હોટેલના માલિક ઉમંગ ઠક્કરની ધરપકડ

ટાઈટલ ક્લિયર વગર જ શરૂ કર્યો ‘નિર્વાણા’ પ્રોજેક્ટ

સુરત જિલ્લાના કામરેજમાં જમીન અને પ્લોટના નામે નાગરિકો સાથે થયેલી લાખો રૂપિયાની છેતરપિંડીના કેસમાં સુરત પોલીસે અમદાવાદની જાણીતી પતંગ હોટેલના માલિક ઉમંગ હરીભાઈ ઠક્કરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપીએ પ્રોજેક્ટના નામે લોકોને વિશ્વાસમાં લઈને કરોડો રૂપિયા પડાવ્યા હતા.

કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ FIR અનુસાર, પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ઉમંગ ઠક્કરે કામરેજના ખોલવડ ગામમાં ‘નિર્વાણા’ નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જોકે, જે જમીન પર આ પ્રોજેક્ટ દર્શાવ્યો હતો તે જમીન વર્ષ 2018 માં જ અન્ય કોઈ વ્યક્તિને વેચાઈ ગઈ હતી. જમીનનું ટાઈટલ ક્લિયર ન હોવા છતાં પણ આરોપીએ ગેરકાયદેસર રીતે ખુલ્લા પ્લોટનું વેચાણ અને બુકિંગ શરૂ કરી દીધું હતું.

15 થી વધુ લોકો બન્યા ભોગ, ઉઘરાવ્યા ₹1.56 કરોડપોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે આરોપી ઉમંગ ઠક્કરે પ્લોટ આપવાના મોટા-મોટા વાયદા કરીને 15 થી 16 જેટલા ફરિયાદીઓ પાસેથી કુલ રૂપિયા 1.56 કરોડ જેટલી માતબર રકમ વસૂલી હતી. જે બાદ ન તો નાગરિકોને પ્લોટની ફાળવણી કરી કે ન તો તેમના નાણાં પરત આપ્યા. આખરે ભોગ બનનારા લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ નોંધાતા કામરેજ પોલીસે ભજવ્યો કડક રોલઆ સમગ્ર મામલે ભોગ બનનાર મહિલા સહિત અન્ય નાગરિકોએ લેખિતમાં ફરિયાદ નોંધાવ્યા બાદ કામરેજ પોલીસે ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. કામરેજ પોલીસ સ્ટેશનના PI આર.બી. ગોજિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, એપ્રિલ 2026 માં બી.એન.એસ. (BNS) ની કલમ 316 અને 318 હેઠળ આ ગુનો નોંધવામાં આવ્યો હતો.રિપોર્ટ અનુસાર, આરોપી લાંબા સમયથી રાજકીય પ્રભાવ અને પહોંચનો ઉપયોગ કરીને પોલીસની કાર્યવાહીથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ પોલીસે તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આરોપી ઉમંગ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે. તપાસ જેમ જેમ આગળ વધશે તેમ અન્ય ખુલાસા થવાની શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી છે.

Related Articles

Leave a Reply

Back to top button