GujaratSuratWeather

સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ, નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવાની સલાહ

હવામાન વિભાગ દ્વારા તા.30 જુલાઈથી 1 ઓગસ્ટ એમ ત્રણ દિવસ દરમિયાન સુરત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર સ્થિતિનો સામનો કરવા સજ્જ અને સતર્ક છે.

સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે, એમ જણાવતા જિલ્લા કલેક્ટર તેજસ પરમારે નાગરિકોને સાવચેત તેમજ સતર્ક રહેવા કરી અપીલ કરી હતી.

સુરત જિલ્લામાં કાલે ભારે વરસાદનું રેડ એલર્ટ, 1 ઓગસ્ટે ઓરેન્જ એલર્ટ…

બંગાળની ખાડીમાં સર્જાયેલું હવાનું હળવું દબાણ (લો-પ્રેશર) ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેના પગલે સુરત જિલ્લામાં તા.30મીએ ઓરેન્જ એલર્ટ, 31મીએ રેડ એલર્ટ તથા 1લી ઓગસ્ટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ અંગે જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું કે, જિલ્લા વહીવટીતંત્ર સંભવિત વરસાદી સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ સજ્જ અને સતર્ક છે. તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Back to top button