GujaratSurat

સુરતના ડીંડોલીમાં ખૂની ખેલ: ગુજસીટોક સહિતના ગુનામાં સંકળાયેલા પ્રવીણ ઉર્ફે ‘આંબો કોળી’ની હત્યા

સુરતના ડીંડોલી વિસ્તારમાં ગત રાત્રિના સમયે હત્યાનો બનાવ બન્યો છે. એક યુવકની હત્યાથી ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. મૃતકની સામે અગાઉ ગુજસીટોક, આર્મ્સએક્ટ, NDPS એક્ટ સહિતના ગુના દાખલ થયેલા છે.

મળતી માહિતી મુજબ, સુરતના ડીંડોલી સ્થિત લક્ષ્‍મણનગરમાં ગત રાત્રીના સમયે હત્યાનો બનાવ બન્યો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક યુવકની ઓળખ પ્રવીણ ઉર્ફે આંબો કોળી તરીકે થઇ હતી. તેની સામે અગાઉ ગુજસીટોક, આર્મ્સ એક્ટ, NDPS એક્ટ સહિતના ગુના દાખલ થયેલા છે. તેમજ તેની હત્યામાં ભૂષણ પાટીલ અને અન્ય ૩ આરોપીઓ સામેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આરોપી ભૂષણ પાટીલ સામે પણ અગાઉ હત્યા અને હત્યાની કોશિશના ગુના દાખલ થયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું. હત્યાના આ બનાવને લઈને ડીંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ACP એન.પી.ગોહિલએ જણાવ્યું હતું કે, ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્‍મણનગરમાં ગત 29 તારીખે રાતે લગભ પોણા 1 વાગ્યાની આસપાસ હત્યાનો બનાવ બન્યો છે.

મૃતકનું નામ પ્રવીણ ઉર્ફે આંબો આધાર કોળી છે. તેની ઉમર આશરે 32 વર્ષ છે અને તે જયેશ નગર પાસેનો રહેવાસી છે. જેની હત્યા થઇ તેની સામે અગાઉ ગુજ્સીટોક, આર્મ્સએક્ટ, એનડીપીએસ એક્ટ સહિતના ગુના દાખલ થયેલા છે. હાલ આ હત્યાના બનાવ મામલે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે.

વધુમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે. હત્યા કરનારા આરોપીઓમાં ભૂષણ પાટીલ અને બીજા ત્રણ આરોપીઓ સંડોવાયેલા છે. આ ચારેય આરોપીઓની સ્થાનિક પોલીસ શોધખોળ કરી રહી છે. ભૂષણ પાટીલ વિરુદ્ધમાં અગાઉ હત્યા અને હત્યાની કોશિશના વિવિધ ગુના દાખલ થયેલા છે.

Related Articles

Leave a Reply

Back to top button