Gujarat

સુરતમાં શેરબજારમાં દેવું થઈ જતાં યુવકનું ખૌફનાક પગલુંઃ માતાની હત્યા કરી પોતે ફાંસો ખાધો, લખ્યું- ‘મમ્મી, મને માફ કરી દેજે’

સુરત શહેરમાં હત્યા અને આત્મહત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં શેર બજારમાં દેવું થઈ જતાં એક યુવકે પોતાની માતાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી છે.

બેડરૂમમાં પંખા સાથે પુત્ર લટકતો હતો, નીચે માતાની લાશ પડી હતી

શહેરના વરાછાના એ.કે.રોડ પર આવેલ રુપમ સોસાયટીમાં જતિન સોનાણી (36) માતા ભાનુબેન સોનાણી (63) સાથે રહેતો હતો. ગઈકાલે જતિન તેના બેડરૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં હતો, જ્યારે નીચે માતા બેશુદ્ધ થઈને પડ્યા હતા. આ બિહામણું દ્રશ્ય જોઈને પાડોશીઓએ ભાનુબેનને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ના ઉઠતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ બાબતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસ બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં રિપોર્ટમાં સામે આવ્યું કે, દોરી કે વાયર જેવી વસ્તુ વડે ગળે ટુંપો આપવાના કારણે ભાનુબેનનું મોત નીપજ્યું છે. જ્યારે પુત્ર જતિને ગળે ફાંસો ખાવાથી તેનું મૃત્યુ થયું છે.

પોલીસને ઘટના સ્થળેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં જતિને પોતાને શેર બજારમાં 45 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હોવાથી આત્યંતિક પગલુ ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત નોટની પ્રથમ લાઈનમાં જેની હત્યા કરી તેજ માતાને ઉદ્દેશીને લખ્યું હતું કે, મારી મમ્મી, મને માફ કરી દેજે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ભાનુબેન અને જગદીશભાઈને કોઈ સંતાન નહતુ. આથી જતિન 6 માસનો હતો, ત્યારે ભાનુબેને પોતાના દિયર પાસેથી તેને દત્તક લીધો હતો. જે બાદ તેમણે જ જતિનનો ઉછેર કર્યો હતો. 2014માં ભાનુબેનના પતિ જગદીશભાઈનું અવસાન થઈ ગયા બાદ જતિન જ તેમનો એકમાત્ર સહારો હતો. મૃતક જતિન અગાઉ સ્ટેશનરીની દુકાનમાં નોકરી કરતો હતો, પરંતુ પાછળથી શેર બજારમાં નસીબ અજમાવવા જતાં તેના માથે દેવું થઈ ગયું હતુ

Related Articles

Leave a Reply

Back to top button