GujaratSurat

વેપારીની બદનક્ષી અને ધમકી કેસમાં વિવાદિત કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી પોલીસે કરી ધરપકડ…

સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલની સુરતની પુણા પોલીસની ટીમે સુરેન્દ્રનગરથી અટકાયત કરી છે. ભાવનગરના એક વેપારીએ કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર બદનક્ષી કરવા અને ગંભીર પરિણામોની ધમકી આપવા અંગે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર ગુનાના આધારે પોલીસે બાતમીના સાધનો દ્વારા સુરેન્દ્રનગર ખાતે દરોડો પાડી કીર્તિ પટેલને ઝડપી પાડી છે અને તેને સુરત લાવવાની તજવીજ હાથ ધરી છે. આ કેસમાં સંડોવાયેલી અન્ય આરોપી મહિલા કોન્સ્ટેબલ સામે પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

Related Articles

Leave a Reply

Back to top button