સુરતના સરથાણા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં મિત્રતાના પવિત્ર સંબંધને કલંકિત કરતા ત્રણ શખ્સોએ પોતાના જ મિત્રને આત્મહત્યા કરવા મજબૂર કર્યો હતો. ખાસ વાત એ છે કે, જે મિત્રોએ દગો આપ્યો હતો તેમની ધરપકડ પણ પોલીસ દ્વારા ફ્રેન્ડશિપ ડે ના દિવસે જ કરવામાં આવી
મૂળ જૂનાગઢના વિસાવદરના મોણીયા ગામના વતની અને સુરતના સરથાણામાં રહેતા એમ્બ્રોઈડરી વેપારી રાજેશભાઈ કુંજડીયાએ ગત 30 જુલાઈએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, મૃતકના ત્રણ મિત્રો ઘનશ્યામ આહીર, નિક્ષિત ઉર્ફે રીકી અને દાઢી આહિરે તેમની સાથે કુલ રૂપિયા 17.32 લાખની છેતરપિંડી આચરી હતી
રાજેશભાઈએ મંદીના કારણે પોતાના એમ્બ્રોઈડરી મશીનો વેચી દીધા હતા, જેનાથી તેમને રૂપિયા 14 લાખ મળ્યા હતા. તેમના મિત્ર ઘનશ્યામે કેનેડા જવાનું કહી આ રૂપિયા 14 લાખ રોકડા ઉછીના લીધા હતા. આ ઉપરાંત, અન્ય બે મિત્રો નિક્સિત અને દાઢીએ પણ અનુક્રમે 2 લાખ અને 1.32 લાખ ઉછીના લીધા હતા, જે તેઓ પરત કરતા નહોતા.
જ્યારે રાજેશભાઈએ પૈસા પરત માંગ્યા, ત્યારે ઘનશ્યામેતેમને ટ્રાન્ઝેક્શનમાં ભાગ આપવાનું કહી છ બેંકોમાં મ્યુલ એકાઉન્ટખોલાવડાવ્યા હતા. બાદમાં પોતે ફસાયા હોવાની જાણ થતા રાજેશભાઈ ગભરાઈ ગયા, જેનો ફાયદો ઉઠાવી ઘનશ્યામેતેમને સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવાની ધમકી આપી. આરોપીઓ તેમને એમ પણ કહેતા કે, “પૈસા ન હોય તો મરી જવાય.”મૃતક વેપારી રાજેશભાઈએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ઘનશ્યામભાઈ આહિર પાસેથી પૈસા લેવાના છે. એ મને પરત નથી આપતો, હું પૈસા માગું એટલે એમ કહે છે કે મારી પાસે પૈસા નથી તારે જે કરવું હોય તે કર. મારે પોલીસમાં ઓળખાણ છે, હું તને જોય લઈશ એવી ધમકી આપતો. મારા બેંક ખાતા ફેડરલ બેંક, ઈન્ડ્સ બેંક, કાલુપુર બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, ભારત બેંક અને કેનેરા બેંકમાં છે. આ બેંકમાં ખાતા ખોલાવ્યા છે ઘનશ્યામે. મને કંઈ ખબર ન પડતી એટલે હું આમાં ફસાય ગયો અને મને સાયબરની ધમકી આપતો અને બેંક ખાતા એ પોતે બહાર આપતો.