GujaratIndia

દરિયાપુરમાં હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ, 150 જુગારીઓની ધરપકડ કરવામાં આવી

અમદાવાદ શહેરમાંથી એક હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ થતાં સનસનાટી મચી ગઈ છે. દરિયાપુરમાં મનપસંદ જીમખાના ક્લબમાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસે સંયુક્ત દરોડો પાડતાં આ હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું હતું. જેમાં 150 જુગારીઓની મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી છે

પ્રાપ્ત માહિતી પ્રમાણે, દરિયાપુરમાં આવેલા મનપસંદ જીમખાનામાં જુગારધામ ધમધમતું હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી આવી હતી.આથી SMCના ટીમે પાંચથી વધુ ટીમો બનાવીને રેડ પાડી હતી. ત્રણ માલના જીમખાના ક્લબમાં ત્રણેય માળે જુગાર રમતો હોવાનું સામે આવ્યું હતું. એક ટેબલ પર છથી સાત લોકો બેસીને જુગાર રમતા હતા. જ્યારે પોલીસની ટીમે જુગારધામ પર દરોડો પાડ્યો તો, જુગારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.

SMCની રેડ દરમિયાન જુગારધામમાંથી જુગારીઓની લક્ઝુરિયસ ગાડીઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. હાલ SMC અને સ્થાનિક પોલીસ દ્વારા તમામ મુદ્દામાલ કબ્જે કરીને તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ભૂતકાળમાં પણ દરિયાપુરના મનપસંદ જીમખાનામાં દરોડા દરમિયાન જુગાર રમાતો હોવાનું સામે આવ્યું હતું.

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના ભૂતપૂર્વ વડા નિર્લિપ્ત રાયના નેતૃત્ત્વમાં ભૂતકાળમાં મનપસંદ જીમખાનાનો ગેરકાયદેસર બાંધખામનો ભાગ તોડી પડાયો હતો. SMC ટીમ દ્વારા ફરી એક વાર ઓપરેશન પાર પાડીને 150 જુગારીઓને જેલ ભેગા કર્યા છે.

Related Articles

Leave a Reply

Back to top button