GujaratIndiaPoliticsSurat

‘નિવૃત સરકારી કર્મચારી પાસે પુત્રને વિદેશમાં ભણાવવા પૈસા ક્યાંથી આવ્યા?’- સુરતના એક્ટિવિસ્ટે અભિજીત દિપકે અને તેના પિતાના ફંડિગ પર સવાલ ઉઠાવ્યા

પેપર લીક મુદ્દે દિલ્હીના જંતર મંતર પર જેન ઝી સાથે વિરોધ પ્રદર્શનના કારણે ચર્ચામાં આવેલ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ફાઉન્ડર અભિજીત દિપકેની મુશ્કેલી વધી શકે છે. હકીકતમાં સુરત સ્થિત RTI એક્ટિવિસ્ટ દ્વારા અભિજીત દિપકે અને તેના પિતાની આર્થિક સ્થિતિની તલસ્પર્શી તપાસની માંગ કરી છે.

નિવૃત સરકારી કર્મચારી પાસે દીકરાને વિદેશમાં ભણાવવા માટે પૈસા ક્યાંથી આવ્યા?હકીકતમાં RTI એક્ટિવિસ્ટ અમિત તિવારીએ ચૂંટણી પંચ અને ઈન્કમટેક્સ અધિકારીઓને પત્ર લખ્યો છે. જેમાં તેમણે અભિજીત દિપકે અને તેના પિતાની આર્થિક સ્થિતિ પર સવાલ ઉઠાવતા પૂછ્યું છે કે, મહારાષ્ટ્ર સરકારના નિવૃત કર્મચારી પાસે પોતાના પુત્રને વિદેશમાં ભણાવવા માટે આટલા પૈસા ક્યાંથી આવ્યા?

વધુમાં અમિત તિવારીએ વરિષ્ઠ વકીલ અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલ દ્વારા જંતર મંતર પર પ્રદર્શન કરી રહેલા આંદોલનકારીઓને કાનૂની લડતમાં મદદ કરવા માટે 1 કરોડ રૂપિયાનું ફંડ આપવાની જાહેરાત કરી છે. જેની પણ તપાસ કરવી જોઈએ. જો કોઈ સંગઠન રજિસ્ટર્ડ જ ના થયું હોય, તો તે આટલું જંગી ફંડિંગ કેવી રીતે મેળવી શકે?

અમિત તિવારીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, CJPએ કાયદેસર રજીસ્ટર્ડ થયેલી સંસ્થા ના હોવા છતાં તે રાજકીય પાર્ટી તરીકે કામ કરી રહી છે. આથી ચૂંટણી પંચે તપાસ કરવી જોઈએ કે, CJP લોકપ્રતિનિધિત્વ એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ છે કે કેમ? જો નોંધણી ના થઈ હોય, તો તેને મળી રહેલા ફંડની તપાસ કરવામાં આવી શકે છે.

આટલું જ નહીં, RTI એક્ટિવિસ્ટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ને પણ પત્ર લખીને માંગ કરી છે કે, કપિલ સિબ્બલ દ્વારા જાહેર કરવામાં આવેલા રૂ. 1 કરોડના ફંડ પર GSTની ચૂકવણીની પણ તપાસ થવી જોઈએ.

Related Articles

Leave a Reply

Back to top button