GujaratIndiaSurat

શેખપુરમાં કાયદાના ધજાગરા તંત્ર ઊંઘતું ઝડપાયું!!!! રેસિડેન્શિયલ વિસ્તારમાં ગેરકાયદેસર કોમર્શિયલ દુકાનોનું સામ્રાજ્ય,

શેખપુરમાં કાયદાના ધજાગરા તંત્ર ઊંઘતું ઝડપાયું!!
!! રેસિડેન્શિયલ વિસ્તારમાં ગેરકાયદેસર કોમર્શિયલ દુકાનોનું સામ્રાજ્ય,

ગ્રામપંચાયતની નાક નીચે ચાલતો કાળો કારોબાર!! નિયમોને ગોખીને પી જનારા ભ્રષ્ટ તત્વો બેફામ?

પરમિશન વગર ખડકી દેવાયો દુકાનોનો કાફલો નિયમો કાગળ પર અને ગેરકાયદે બાંધકામ જમીન પર!!?

શેખપુર ગ્રામ પંચાયતની નાક નીચે ધમધમતું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ: ‘જી.એમ. રેસિડેન્સી’માં રહેણાંકના નામે ઠોકી બેસાડાયું મોટું કોમર્શિયલ શોપિંગ સેન્ટર!?

શેખપુર / સુરત:
શેખપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી ‘જી.એમ. રેસિડેન્સી’ સોસાયટી હાલ ગેરકાયદેસર બાંધકામના મોટા વિવાદમાં ફસાઈ છે. સોસાયટીના કથિત રહેણાંક (રેસિડેન્શિયલ) વિસ્તારમાં નિયમો અને કાયદાકીય જોગવાઈઓની પરવા કર્યા વગર મોતું (કોમર્શિયલ) હેતુ માટેનો દુકાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

નિયમોના ધજાગરા ઉડાવી કોમર્શિયલ બાંધકામ!?

સ્થાનિક સૂત્રો અને પ્રાપ્ત વિગતો અનુસાર, જી.એમ. રેસિડેન્સીના રહેણાંક હેતુ માટે નક્કી કરાયેલા વિસ્તારમાં કોઈપણ યોગ્ય મંજૂરી વગર દુકાનોનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. રેસિડેન્શિયલ વિસ્તારમાં આ પ્રકારે મોટા પાયે કોમર્શિયલ પ્રવૃત્તિઓ શરૂ થવાથી ભવિષ્યમાં રહીશો માટે ટ્રાફિક, ગંદકી અને અશાંતિ જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આટલા મોટા પાયે થઈ રહેલાં અને પૂર્ણતાના આરે પહોંચેલા કથિત અકાયદેસર બાંધકામ અંગે શેખપુર ગ્રામ પંચાયત કચેરી અને સંબંધિત તંત્ર કેમ અજાણ છે? તે મોટો પ્રશ્ન છે. શું અધિકારીઓની મૌન સંમતિથી આ બાંધકામ ધમધમી રહ્યું છે કે પછી તંત્ર યોગ્ય મોનિટરિંગ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે? સ્થાનિકોમાં એવો ગણગણાટ પણ છે કે પ્રાથમિક સૂચનાઓ કે નોટિસો માત્ર કાગળ પર જ રહી જાય છે અને સ્થળ પર કોઈ નક્કર કાર્યવાહી થતી નથી.!?

કાયદાકીય દ્રષ્ટિએ જુઓ તો શું આ કોમર્શિયલ દુકાનો માટે જરૂરી બી.યુ. પરમિશન (BU Permission), પ્લાન પાસિંગ કે હેતુ ફેરફાર (NA) ની મંજૂરીઓ મેળવવામાં આવી છે? જો આ મંજૂરીઓ નથી લેવાઈ, તો આ સમગ્ર બાંધકામ કાયદાની નજરમાં સદંતર ગેરકાયદેસર સાબિત થાય છે.

સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે અને જો બાંધકામ ગેરકાયદેસર સાબિત થાય તો તેને તાત્કાલિક ધોરણે સીલ કરી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા ગેરકાયદેસર સાહસો પર લગામ કસી શકાય.

Related Articles

Leave a Reply

Back to top button