GujaratIndiaSurat

સુરત કોર્ટ કેમ્પસમાં કીર્તિ પટેલનું બેફામ વર્તન, વેપારીને ધમકી આપવાના કેસમાં ધરપકડ…

પોતાની વિવાદાસ્પદ પોસ્ટ અને વર્તનને કારણે અવારનવાર ચર્ચામાં રહેતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની સુરતની લસકાણા પોલીસે અટકાયત કરી છે. સોશિયલ મીડિયા પર વેપારી અલ્પેશ પટેલને ગંભીર ધમકી આપવાના આરોપમાં તેની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરવા દરમિયાન કીર્તિએ ફરી એકવાર મીડિયા અને પોલીસ સમક્ષ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું.

જ્યારે પોલીસ કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરવા લઈ જઈ ગઈ, ત્યારે મીડિયાના કેમેરા જોઈને તે ઉશ્કેરાઈ ગઈ હતી. તેણે કેમેરા સામે જોઈને કહ્યું કે, ‘લેવો છે ફોટો, દુપટ્ટો ઉતારું?’ આટલું જ નહીં, તેણે મીડિયા પર ખોટા સમાચાર ચલાવવાનો આક્ષેપ પણ કર્યો. કીર્તિના આ અસભ્ય વર્તનને જોઈ ત્યાં હાજર PI મીનાબા ઝાલાએ તેને કડક શબ્દોમાં ટોકી હતી.

લસકાણાના રેતી-કપચીના વેપારી અલ્પેશ પટેલે કીર્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, અલ્પેશ પટેલ જ્યારે ઈન્સ્ટાગ્રામ લાઈવ પર હતા, ત્યારે કોઈ અન્ય વ્યક્તિ કીર્તિ વિશે બોલી રહી હતી. આ વાતથી ઉશ્કેરાઈને કીર્તિ પટેલે અલ્પેશને ફોન કરીને બિભત્સ ગાળો આપી અને તેની પત્ની વિશે પણ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. વધુમાં, તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ વાઈરલ કરીને ધમકીભર્યા મેસેજ કર્યા હોવાનો પણ આરોપ છે.

કીર્તિ પટેલ સામેના ગુનાઓની લાંબી યાદીકીર્તિ પટેલ અગાઉ પણ અનેક વખત જેલની હવા ખાઈ ચૂકી છે. તેના નામે નોંધાયેલા ગુનાઓની યાદી:2017: માણસામાં પ્રોહિબિશન (નશો)2019: અમરોલીમાં ધાકધમકી2020: સુરતના પુણામાં હત્યાનો પ્રયાસ2023: અમદાવાદમાં ખંડણી અને મારામારી2024: બિલ્ડર પાસે ખંડણી માંગવી2026: જૂનાગઢમાં PI ને ધમકી, છેતરપિંડી અને લેન્ડ ગ્રેબિંગના કેસપોલીસે અત્યારે કીર્તિ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ તેનું આક્રમક વલણ જોતા ફરી એકવાર સોશિયલ મીડિયા પર તેની ટીકા થઈ રહી છે.

Related Articles

Leave a Reply

Back to top button