GujaratIndiasalute policeSurat

મોબાઈલ એપથી યુવકને પ્રેમજાળમાં ફસાવી લૂંટી લીધો: સજાતીય સંબંધોની એપ દ્ધારા અવાવરું જગ્યાએ બોલાવી કર્યું આવું કામ!

ડાયમંડ સિટી સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી લોકોને શિકાર બનાવતી ગેંગ સક્રિય થઈ છે. જહાંગીરપુરા પોલીસે એક અત્યંત ચર્ચિત કિસ્સામાં કાર્યવાહી કરી ડેટિંગ એપ્લિકેશન દ્વારા પુરુષોને હનીટ્રેપમાં ફસાવી લૂંટતી ટોળકીના બે સાગરીતોને દબોચી લીધા છે. આ ગેંગ ખાસ કરીને ‘Grindr’ નામની ગે ડેટિંગ એપનો ઉપયોગ કરી ભોળા યુવકોને પ્રેમજાળમાં ફસાવતી હતી અને ત્યારબાદ નિર્જન સ્થળે બોલાવી તેમને લૂંટી લેતી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગેંગના સભ્યો ડેટિંગ એપ પર નકલી એકાઉન્ટ બનાવી યુવકો સાથે મિત્રતા કરતા હતા. જ્યારે સામેવાળી વ્યક્તિ ડેટિંગ માટે તૈયાર થાય, ત્યારે તેને અવાવરુ ખેતરો કે સુમસામ જગ્યાએ બોલાવવામાં આવતી હતી. ત્યાં અગાઉથી સંતાઈને બેઠેલા ગેંગના સભ્યો પીડિત યુવકને ઘેરી લેતા અને તેના વાંધાજનક વિડિયો ઉતારી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કરતા હતા.

બ્લેકમેલિંગનો ભયાનક ખેલ: વિડિયો વાયરલ કરવાની ધમકી આપી પડાવતા નાણાં

આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત ખતરનાક હતી. શિકાર બનેલા યુવકના વિડિયો ઉતાર્યા બાદ આરોપીઓ તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અથવા તેના માતા-પિતાને બતાવવાની ધમકી આપતા હતા. સમાજમાં બદનામીના ડરથી અનેક યુવકો ચૂપચાપ આ ગેંગને નાણાં આપી દેતા હતા. એક કિસ્સામાં, ફરિયાદી યુવક પાસેથી આ રીતે ડરાવી-ધમકાવીને આરોપીઓએ ₹30,000 પડાવી લીધા હતા, જે બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

Related Articles

Leave a Reply

Back to top button